आपके Ration Card पर कितना राशन मिल रहा है इसकी जांच कैसे करें

 




Ration Kitna milta Hai Kaise Check Karen: जैसा कि आप लोग जानते हैं कि अगर आपके पास राशन कार्ड है तो आपको प्रत्येक महीने सरकार के द्वारा सस्ते दामों पर राशन सामग्री उपलब्ध कराई जाती है ऐसे में एक राशन कार्ड पर आपको कितना यूनिट राशन मिलता है इसके बारे में अगर आप नहीं जानते हैं तो आज  के आर्टिकल में  हम आपको 

Ration Kitna Milta Hai Kaise Check Karen  के बारे में विस्तार पूर्वक जानकारी उपलब्ध करवाएंगे इसलिए अनुरोध है कि आर्टिकल पर बने रहें आइए जानते हैं:-


રેશન કાર્ડ

સામાન્‍યતઃ રાજ્યની અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્‍તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે. સીટીઝન ચાર્ટરની જોગવાઇ મુજબ તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્‍થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી, કુટુંબના વડા/સભ્‍યોની ફોટા અને બાયો મેટ્રીક વિગતો મેળવી, બારકોડેડ રેશનકાર્ડ ઇસ્‍યુ કરવાનું થાય છે. બારકોડેડ રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકે તેઓની બાયોમેટ્રીક વિગતોને આધારે ઇ-ગ્રામ / સાયબર કાફેની મુલાકાત લઇ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થાની બારકોડેડ કુપનો મેળવવાની થાય છે. એ-૪ સાઇઝની બારકોડેડ કુપનીશીટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્‍તુઓ દીઠ વ્‍યક્તિગત કુપનો પ્રિન્‍ટ કરી આપવામાં આવે છે. અને તે કુપનો ઉપર કાર્ડ ધારકનું નામ, કાર્ડની જન સંખ્‍યા, જે દુકાનમાંથી જથ્‍થો મેળવવાનો છે તે દુકાનદારનું નામ, જે તે માસ માટે મળવાપાત્ર ચીજ વસ્‍ત્‍ુની માત્રા, કીંમત વગેરે જેવી તમામ વિગતો પણ દર્શાવવામાં આવે છે. રાજ્ય સરકારે આ કુપનશીટની કિંમત રૂ. પ/- નક્કી કરી છે. કુપનશીટના વચ્‍ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/૪ સાઇઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કુપનો આવશ્‍યકતા અનુસાર કાપીને વાજબી ભાવના દુકાનદાર / કેરોસીન એજન્‍ટ / ફેરીયાને દર્શાવેલ રકમ ચુકવી કુપન પર છાપેલ જથ્‍થો મેળવવાનો રહે છે. સાથો સાથ બારોકોડેડ રેશનકાર્ડમાં પણ જે તે વર્ષના માસ દરમ્‍યાન મેળવેલ આવશ્‍યક ચીજ વસ્‍તુઓના જથ્‍થાની નોંધ પણ કરાવવાની રહે છે. આવનાર દિવસોમાં બારકોડેડ રેશનકાર્ડ ધારક કોઇ પણ વાજબી ભાવની દુકાન ખાતેથી આવશ્‍યક ચીજ વસતુઓનો જથ્‍થો મેળવી શકે છે તે માટેની વ્‍યવસ્‍થા આપવા પણ વિચારણા હેઠળ છે.

બારકોડેડ રેશનકાર્ડ તેમજ બાયો મેટ્રીક આધારિત કુપનની પદ્ધતિના અમલ થકી વાજબી ભાવના દુકાનદાર કે કેરોસીનના રીટેલર કે ફેરીયા ઉપર જણાવ્‍યા પ્રમાણે મેળવેલ કુપનનો પોતાની અનુકૂળતાએ, પણ કોઇપણ સંજોગોમાં, માસના અંત પહેલા ઇગ્રામ/સાયબર કાફેની મુલાકાત લઇ વંચાણ કરાવવાની રહેશે. આવનાર દિવસોમાં વાજબી ભાવના દુકાનદારો કે કેરોસીનના ફેરીયાઓ / રીટેલરોએ કુપન પદ્ધતિએ માસ દરમ્‍યાન જે વસ્‍તુઓનું વેચાણ કરેલ હશે તે મુજબ આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થા માટે તે પછીના મહિનાની પરમીટ મળવી શકશે. આ મુજબની વ્‍યવસ્‍થા ટુંકસમયમાં કરવામાં આવશે


તમારા કાર્ડ ની વીગત જાણવા માટે ની લીંક = https://dcs-dof.gujarat.gov.in/live-info.htm

Post a Comment

Previous Post Next Post